સાંભળ સહિયર, સુરત ધરીને આજ અનોપમ દીઠો રે,
જે દીઠો તે જોવા સરખો અમૃતપેં અતિ મીઠો રે...
દૃષ્ટે ન આવે નિગમ જ ગાવે, વાણીરહિત વિચારો રે,
સત્ય અનંત જે કહાવે તે નવધાથી ન્યારો રે...
નવધામાં તો નહિ રે નીવેડો, દશધામાં દેખાશે રે,
અચવો રસ છે એની પાસે, તે પ્રેમીજનને પાશે રે...
અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા, અસંખ્ય જુગનો એવો રે,
જપ તપ જોગ જગન મુનિ દુર્લભ, માને તેવો મેવો રે...
જ્યાંથી જ્યમ છે તેમનો ત્યમ છે, વધે ઘટે નહિ વહાલો રે,
આવે ન જાવે, જાવે ન આવે, નહિ ભર્યો, નહિ ઠાલો રે...
પૂર્ણાનંદ પાતે પુરુષોત્તમ, અપરમ ગત છે એની રે,
તે પર ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેતી રે...
હું તું મટશે ને દુબ્ધા ટળશે, નિરભે થશો નીરખી રે,
ભલે મળ્યો 'નરસૈંયો' સ્વામી, હું હૈડામાં હરખી રે...
sambhal sahiyar, surat dharine aaj anopam ditho re,
je ditho te jowa sarkho amritpen ati mitho re
drishte na aawe nigam ja gawe, wanirhit wicharo re,
satya anant je kahawe te nawdhathi nyaro re
nawdhaman to nahi re niweDo, dashdhaman dekhashe re,
achwo ras chhe eni pase, te premijanne pashe re
adwait brahm anopam lila, asankhya jugno ewo re,
jap tap jog jagan muni durlabh, mane tewo mewo re
jyanthi jyam chhe temno tyam chhe, wadhe ghate nahi wahalo re,
awe na jawe, jawe na aawe, nahi bharyo, nahi thalo re
purnanand pate purushottam, apram gat chhe eni re,
te par kshar aksharni upar, tame jojo chittman cheti re
hun tun matshe ne dubdha talshe, nirbhe thasho nirkhi re,
bhale malyo narsainyo swami, hun haiDaman harkhi re

સ્રોત
- પુસ્તક : ભજનરસ (પૃષ્ઠ ક્રમાંક 96)
- સંપાદક : મકરંદ દવે
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1987