saadhu to tene kahiye re - Pad | RekhtaGujarati

સાધુ તો તેને કહીએ રે

saadhu to tene kahiye re

નિર્મળદાસ નિર્મળદાસ
સાધુ તો તેને કહીએ રે
નિર્મળદાસ

સાધુ તો તેને કહીએ રે, જેને ઇચ્છા નહિ જરીએ,

બ્રહ્મ ઇચ્છા માયા રે, તેને તે પ્રશ્ન કેમ કહીએ.

ઇચ્છા કરી સોહી માયા હૈ. બિન ઇચ્છા દર્શાય,

જ્યું પ્રતિગળ પડ્યાં પાણી મેં, યું દરસે ઘટમાંય,

અક્ષર અક્ષર બોલે રે, માયા સે બ્રહ્મ મિલે... સાધુ૦

હું બ્રહ્મા કહી બ્રહ્મા ભૂલ્યા, બ્રહ્મ દેખા કોઈ,

જન્મ સુરતા ગઈ નાભિ કમલ પર, ઊતરી ગઈ તે જોઈ,

છત્રીસ જુગ વહી ગયા રે, અંતે કુછ મિલા નહીં... સાધુ૦

વ્યાકુળ ભયે ખબર નહીં તન કી, આપ હી દિયે ભૂલાય,

સાધુપુરુષ કો શબ્દ ભયો હૈ, ચારવેદ મુખ માંય,

નામને દર્શાવ્યેા રે, સૃષ્ટિ સહુ વૃષ્ટિ થઈ... સાધુ૦

સત્યયુગ, દ્વાપર, ત્રેતાયુગ, ચારે યુગ ભરપૂર,

ના કોઈ ગયા ના કોઈ આવ્યા, ખંડિત નાહીં નૂર,

અંધે આગે આરસી રે, 'નિર્મળ' વિના સૂઝત નહીં... સાધુ૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 175)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ