saadhu satguru malyaa ne - Pad | RekhtaGujarati

સાધુ સતગુરુ મળ્યા ને

saadhu satguru malyaa ne

રૂખી રામદાસ રૂખી રામદાસ
સાધુ સતગુરુ મળ્યા ને
રૂખી રામદાસ

સાધુ સતગુરુ મળ્યા ને ફેરા ચોરાશીના ટળ્યા રે,

અમર નામ લિખાયો રે સાધુ,

ચોરાશી છોડાવી અમે આનંદ પાયો રે.

સાધુ ઉનમુનિ મુદ્રા જાપ અજંપા રે,

જો કોઈ સમરે શૂરા રે સાધુ,

તખ્ત ત્રિવેણીમાં હંસા નીર નાયા રે,

અખંડ વરસે ત્યાં અમીધારા રે.

સાધુ શ્વાસ ઉચ્છવાસે જેના સમરણ કરીએ રે

સુખમના વર્ષે એકધારા રે સાધુ,

ચૌદ ભુવનમાં સંપૂરણ ભર્યા રે રે,

દેખ્યા મેં અપરંપારા રે સાધુ.

સાધુ હદ બેહદ છોડી અમે અનહદમાં આવ્યા રે,

અખંડ નામ લિખાયો રે સાધુ,

નાદ રે બૂંદ કા ત્યાં નહીં નેઠા રે,

પૂરા રે પરવાના અમે પાયા રે સાધુ.

સાધુ ગુરુ રે ગોવિંદદાસે ગુણ ભંડાર ઉઘાડ્યા રે,

લાલદાસે ભેદ બતાયા રે સાધુ,

કહે 'રૂખી રામદાસ' અમે મૂળ વચન પાયા રે,

મટી ગઈ ચોરાશીની છાંયા રે સાધુ.

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : પોતે