રૂડી ને રંગીલી રે વહાલા, તારી વાંસળી રે જી
Rudi Ne Rangili Re Vhala Tari Vansali Re Ji
મીરાંબાઈ
Meerabai
રૂડી ને રંગીલી રે વહાલા, તારી વાંસળી રે જી
Rudi Ne Rangili Re Vhala Tari Vansali Re Ji
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
રૂડી ને રંગીલી રે વહાલા, તારી વાંસળી રે જી.
મીઠી ને મધુરી રે મા'વા; તારી મોરલી રે જી;
એ તો મારે મંદિરિયે સંભળાય. રૂડી ને...
કાનુડો એ કાળો રે બાઈ ઓ, મારે હૃદયે વસ્યો રે જી;
મૂકી દેને કહાનકુંવર! મારાં ચીર.
સરખીને સાહેલી રે સાથે પાણી નીસર્યાં રે જી; રૂડી ને...
બેડલું મેલ્યું સરોવરિયાની રે પાળ.
ઉંઢોણી વળગાડી રે, આંબલિયાની ડાળમાં રે જી;
ઊભી નીરખું નટવર દીનદયાળ. રૂડી ને...
હું તો સૂ'તીતી રે બાઈ ભર નિંદરમાં રે જી;
મોરલી વાગી ઝબકીને જાગી માઝમ રાત. રૂડી ને...
ગુરુને પ્રતાપે રે, બાઈ મીરાં બોલિયાં રે જી;
દેજો અમને સાધુના ચરણોમાં વાસ. રૂડી ને...
સ્રોત
- પુસ્તક : મીરાંના પદો (પૃષ્ઠ ક્રમાંક 105)
- સંપાદક : ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની, મુંબઈ
- વર્ષ : 1962
