harijan wirla jane - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હરિજન વિરલા જાણે

harijan wirla jane

જીવણ સાહેબ જીવણ સાહેબ
હરિજન વિરલા જાણે
જીવણ સાહેબ

હરિજન વિરલા જાણે વચન કોઈ સંત વિરલા જાણે હે જી.

મૂરખ નારને હીરલો લાધ્યો, ઓળખ્યો નહિ અણસારે હે જી,

પરખ વિનાનો પડ્યો પાદરમાં, પથરાને પરમાણે !... વચન૦

ક્ષુધિયા નારે ક્ષુધા ભાંગી, ભોજન ભર્યાં છે ભાણે હે જી,

ઊગ્યા છતાં પણ રહ્યું અંધારું, પોં’ચી ના શક્યો ટાણે !... વચન૦

કહ્યો શબ્દ કાને નવ લાગ્યો, ઠર્યો નહિ ઠેકાણે હે જી,

ભૂલવણીમાં ફરે ભટકતો, કર્યાં કરમ પરમાણે !... વચન૦

પરનારી શું પ્રીત કરીને, વિષયરસને માણે હે જી,

ફરી ફરીને મરે-અવતરે, પડે ચોરાશી ખાણે !... વચન૦

સીધો માર્ગ સદ્‌ગુરુ બતલાવે, નુરતે-સુરતે માણે હે જી,

દાસ ‘જીવણ’ સંતો ભીમ કેરે ચરણે, તેની ખબર ખરે ટાણે !... વચન૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 134)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 3