gaganman dhyan dhari le - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગગનમાં ધ્યાન ધરી લે

gaganman dhyan dhari le

જીવણ સાહેબ જીવણ સાહેબ
ગગનમાં ધ્યાન ધરી લે
જીવણ સાહેબ

લે જોગેશ્વર લે રે, ગગનમાં ધ્યાન ધરી લે તું.

અબધૂ ઝાડ અનોપમ દેખ્યા, અષ્ટ કમલ દો ડાલી રે,

ઉન ઘર તો એક જોગી બેઠા, ઉન્મુન આસન વાળી રે... લે જોગેશ્વર૦

ગમ કર ગમ કર દેખ ગગન મેં, અનહદ વાજાં વાગે રે,

ઉન ઘર ઝનન ઝાલર બાજે, ધનન નૌબત વાગે રે... લે જોગેશ્વર૦

ઊલટા સુલટા આસન કર લે, બંકનાળના વાસી રે,

સુખમણા કા રાહ ચલાયા, ભરાભર પ્રેમની પ્યાસી રે... લે જોગેશ્વર૦

રહત પુરુષ જોગી બહુરંગી, નજરે લે તું ન્યાળી રે,

દાસી ‘જીવણ’ સત ભીમનાં ચરણાં, તનડામાં લાગી છે તાળી રે... લે જોગેશ્વર૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001