રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોભૂલ્યા ભટકો છો બારે, મારા હંસલા‚ કેમ ઊતરશે પારે રે જી…
જડી હળદરને હાટ જ માંડયું‚ વધી પડ્યો વેપાર રે,
સાવકાર થઈને ચળી ગયો તું‚ માયાને એંકાર… મારા હંસલા૦
ભેખ લઈને ભગવા પેર્યા‚ ભાર ઉપાડયો,
ઈમાન વિનાનો ઉપડી જાશે‚ લખ ચોરાશી લારે… મારા હંસલા૦
લોભાઈ રિયો ને નજર ન રાખી‚ શીદ ચડ્યો તો શિકારે,
માર્યો ન મૃગલો માંસ ન ભરખ્યો‚ શું રહ્યો સંસારે… મારા હંસલા૦
એંકાર મત કર આત્મ તું જોઈ લે, મનને વિચારે‚
દાસી ‘જીવણ’ ભીમને ચરણે‚ પ્રગટ કહું પોકારે… મારા હંસલા૦
bhulya bhatko chho bare, mara hansla‚ kem utarshe pare re jee…
jaDi haladarne hat ja manDayun‚ wadhi paDyo wepar re,
sawkar thaine chali gayo tun‚ mayane enkar… mara hansla0
bhekh laine bhagwa perya‚ bhaar upaDyo,
iman winano upDi jashe‚ lakh chorashi lare… mara hansla0
lobhai riyo ne najar na rakhi‚ sheed chaDyo to shikare,
maryo na mriglo mans na bharakhyo‚ shun rahyo sansare… mara hansla0
enkar mat kar aatm tun joi le, manne wichare‚
dasi ‘jiwan’ bhimne charne‚ pragat kahun pokare… mara hansla0

સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 144)
- સર્જક : રામજી હીરસાગર
- પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001