ranunkaar ne raage re - Pad | RekhtaGujarati

રણુંકારને રાગે રે

ranunkaar ne raage re

પ્રેમસાહેબ પ્રેમસાહેબ
રણુંકારને રાગે રે
પ્રેમસાહેબ

આદ અનાદના અધાધેામિયા ભટકીને પાછા ભાગે રે.

અવની પર મરે અવતરે, કામે કુટુંબને કાજે રે,

અવસર આવે ઉધારા કાઢે, લોક તણી તે લાજે રે....આદ૦

પરમોદ્યા પાધરા આવે, આગુની અભાગે રે,

સત શબ્દની શીખ માને, ચડે જમને લાગે રે... આદ૦

ગુરુગમ ગુષ્ટિ સંતની સેવા મેં, અનેક ઓધરિયા આગે રે જી

(પાણીને સ્વાદે) અમીરસ પીતાં અબખે પડિયો સલીલ ચડિયા સ્વાદે... આદ૦

શૂન્ય શિખર પર સુરીજન મેળો, અગમ ખડકી આગેજી,

'પ્રેમ'ને ગુરુ જીવણ ભેટ્યા, રણુંકારને રાગે રે...આદ૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1989