રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરણ તો ધીરાનું ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું.
ધીર વીર જે હોય તે જ ખૂબ, સંકટ સામો થાયે;
પ્હાડ પઠે રણમાં રહે ઊભો, લેશ નહિ ગભરાયે. રણ તોo
ધીર વીર કો પ્રસંગ શોધે, સ્હેવા કષ્ટો ભારે;
જાણી જોઇને આફત હોરે, રાજી ઘા લે ત્યારે. રણ તોo
થતે બાવરાં ઉતાવળાં રે, હાર થાય છે મોટી;
વિના કારણે ઘાત થાય ને, જાય કનેથી લોટી. રણ તોo
કાયર થઇને નાસી જાતાં, અધવચ મૃત્યુ ઝાલે;
એ મરવાના કે રણમાં, કર્તાં કાં ના મરવું ભાલે? રણ તોo
ડાહ્યો તે દેશાવર વેઠે, જ્ઞાની બહુ અથડાયે;
ધીરવીરના પગ સંકટમાં, કદી નહિ લથડાયે. રણ તોo
ધાર્યું મેળવે વા ટેકી રેહે, વા તે મૃત્યુ પામે;
ત્રણેથી તેને જસ છે, શત્રુ ધન્ય કહે સામે. રણ તોo
પ્રપંચરણમાં બહુ સપડાવે, મોટા ત્રણે તાપો;
શૂર વીર જન કળે વળેથી, મારે તે પર છાપો. રણ તોo
ભણી વધારો જોસ્સા સહુ જન, પણ કબજામાં રાખો;
પ્હેલે એ જીતી જાણો તો, શત્રુ નીચે નાખો. રણ તોo
જાણી જોઈ ના સંકટ હોરો, સંકટમાં ના બીહો;
કહે નર્મદ સહુ ધીરવીર થઈ, જસ લઈ જાગ જુગ જીવો.રણ તોo
ran to dhiranun dhiranun, nahi utawla kayaranun
dheer weer je hoy te ja khoob, sankat samo thaye;
phaD pathe ranman rahe ubho, lesh nahi gabhraye ran to
dheer weer ko prsang shodhe, shewa kashto bhare;
jani joine aphat hore, raji gha le tyare ran to
thate bawran utawlan re, haar thay chhe moti;
wina karne ghat thay ne, jay kanethi loti ran to
kayar thaine nasi jatan, adhwach mrityu jhale;
e marwana ke ranman, kartan kan na marawun bhale? ran to
Dahyo te deshawar wethe, gyani bahu athDaye;
dhirwirna pag sankatman, kadi nahi lathDaye ran to
dharyun melwe wa teki rehe, wa te mrityu pame;
trnethi tene jas chhe, shatru dhanya kahe same ran to
prpancharanman bahu sapDawe, mota trne tapo;
shoor weer jan kale walethi, mare te par chhapo ran to
bhani wadharo jossa sahu jan, pan kabjaman rakho;
phele e jiti jano to, shatru niche nakho ran to
jani joi na sankat horo, sankatman na biho;
kahe narmad sahu dhirwir thai, jas lai jag jug jiwo ran to

સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023