રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.
વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;
અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.
આજીવિકા માહારી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક.
આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે? શી કરું તાં પેર?
હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજળ લેઈને પખાલો હરિ-પાય.
હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજળ લેઈને, પખાલ્યા તાં ચર્ણ.
nawik walto boliyo, sambhlo mahara swam;
sath sahu ko nawe beso, nahi besarun ram
warta mein sambhli chhe, charanrenuni apar;
ahalya tan thai stri sahi, pashan phiti nar
ajiwika mahari eh chhe, juo man wiwek;
stri thatan war na lage, kashth pashan ek
ajiwika bhange mahari, aage ek stri chhe gher;
be maline shun jame? shi karun tan per?
hasi wishwamitr boliya, charan rene stri thay;
te mate gangajal leine pakhalo hari pay
hasine hari hetha betha, ram ashran sharn;
nawike gangajal leine, pakhalya tan charn

સ્રોત
- પુસ્તક : બૃહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2004