ram ramakaDun jaDiyun re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રામ રમકડું જડિયું રે

ram ramakaDun jaDiyun re

મીરાંબાઈ મીરાંબાઈ
રામ રમકડું જડિયું રે
મીરાંબાઈ

રામ રમકડું જડિયું રે, રાણાજી! મુને રામ રમકડું જડિયું.

રુમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું, નહિ કોઈના હાથ ઘડિયું.

મોટા મોટા મુનિજન મથી મથી થાકયા, કોઈ વિરલાને હાથે ચડિયું,

સૂન રે શિખરના ઘાટથી ઉપર, અગમ અગોચર નામ પડિયું.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, મારું મન શામળિયાશું ભળિયું.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997