રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરામ રાખે તેમ રહીએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ. ઓ૦
આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ઓધવજી!
કોઈ દિન પે'રણ હીર ને ચીર, (તો) કોઈ દિન સાદાં રહીએ. ઓ૦
કોઈ દિન ભોજન શીરો ને પૂરી, (તો) કોઈ દિન ભૂખ્યાં રહીએ. ઓ૦
કોઈ દિન રહેવાને બાગબગીચા, (તો) કોઈ દિન જંગલ રહીએ. ઓ૦
કોઈદિન સૂવાને ગાદી ને તકિયા, (તો) કોઈદિન ભોંય સૂઈ રહીએ.ઓ૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સુખદુઃખ સૌ સહી રહીએ. ઓ૦
ram rakhe tem rahiye, odhawji! ram rakhe tem rahiye o0
apne chiththina chakar chhaiye, odhawji!
koi din peran heer ne cheer, (to) koi din sadan rahiye o0
koi din bhojan shiro ne puri, (to) koi din bhukhyan rahiye o0
koi din rahewane bagabgicha, (to) koi din jangal rahiye o0
koidin suwane gadi ne takiya, (to) koidin bhonya sui rahiye o0
bai miran ke prabhu giridhar nagar, sukhadukha sau sahi rahiye o0

સ્રોત
- પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997