Ram Chhe Ram Chhe Ram Chhe Re - Pad | RekhtaGujarati

રામ છે રામ છે રામ છે રે

Ram Chhe Ram Chhe Ram Chhe Re

મીરાંબાઈ મીરાંબાઈ
રામ છે રામ છે રામ છે રે
મીરાંબાઈ

રામ છે રામ છે રામ છે રે,

મારા હૃદયમાં વા'લો રામ છે!

રે મંદિરે મારી સાસુ ને સસરો,

સામે મંદિરિયે શ્યામ છે રે. મારા...

સાસુ જૂઠી ને મારી નણદી હઠીલી,

નાનો દિયરિયો નકામ છે રે. મારા...

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,

વચમાં ગોકુલિયું ગામ છે રે. મારા...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011