rajhaltii raandnaan ravdtaan chhokraan, kon shishaa daii thor aane? - Pad | RekhtaGujarati

રઝળતી રાંડનાં રવડતાં છોકરાં, કોણ શિક્ષા દઈ ઠોર આણે?

rajhaltii raandnaan ravdtaan chhokraan, kon shishaa daii thor aane?

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
રઝળતી રાંડનાં રવડતાં છોકરાં, કોણ શિક્ષા દઈ ઠોર આણે?
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

રઝળતી રાંડનાં રવડતાં છોકરાં, કોણ શિક્ષા દઈ ઠોર આણે?

અંધ ગુરુ ને વળી બધિર ચેલા કર્યા, બ્રહ્મની વાત તે શું રે જાણે? રઝ૦

ભૂલ્યા ભમતા ફરે, અન્યને આદરે, પૂરણ બ્રહ્મ પોતે : જાણે;

સ્વપ્નના સુખને સાચું કરી લેખવે, વાદ કરે ને વિષય વખાણે. રઝ૦

નિર્ગુણ નાથને ઓળખી નવ શકે, સગુણને સુરતે નવ જાણે;

જડને વંદન કરે, ચેતન-નિંદા કરે, અચેત ભૂલ્યો ભિન્ન-ભાવ આણે. રઝ૦

અગમ ગુરુ થકી નિગમ શિષ્ય નીપન્યા, બ્રહ્મની વાતનો ભેદ જાણે;

પાસેથી પ્રભુજીને દેખે અળગા નહીં, નરસૈંયો તેહનું પાસું તાણે. રઝ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994