rachnaa nyaarii nyaarii - Pad | RekhtaGujarati

રચના ન્યારી ન્યારી

rachnaa nyaarii nyaarii

પદમપરી પદમપરી
રચના ન્યારી ન્યારી
પદમપરી

રચના ન્યારી ન્યારી,

અલખ તારી રચના ન્યારી ન્યારી હે જી.

મન ચિત્ત વાણી સુરતા લગાઈ લો, ગુરુજી સું કરી લો યારી હે જી,

ભૂલ્યા પંથ કું માર્ગ બતાઈ દો, અધવિચ રહ્યા અહંકારી... અલક૦

વહી કાયા મેં પાંચ ચોર બસત હૈ, પાંચોં કી સુરતા ન્યારી હે જી,

પાંચે કું પકડી એક ઘર લાઓ, હીસ બના હૈ હજારી... અલક૦

નાહી ધોઈ નર કરે ચતુરાઈ, પૂજા કરે આચારી હે જી,

ભક્તિ મુક્તિ કો ભેદ જાને, પથ્થર પૂજે સંસારી... અલક૦

વૃંદાવન કી કુંજગલન મેં, વહાલો ખેલે હજારી હે જી,

ભણે 'પદમગુરુ' કરે વિનતી, અરજ સુનોને હમારી... અલક૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
  • વર્ષ : 1909