raam raam ranunkaaraa rat man - Pad | RekhtaGujarati

રામ રામ રણુંકારા રટ મન

raam raam ranunkaaraa rat man

માધવ સાહેબ માધવ સાહેબ
રામ રામ રણુંકારા રટ મન
માધવ સાહેબ

રામ રામ રણુંકારા રટ મન,

રામ રામ રણુંકારા.

નુરત સુરત સે ધ્યાન ધરો, નિત ઊઠત રાગ ઓંકારા,

પકડ પાંચ તેરે આંચ આવે, અખંડ ધૂન એકધારા... રટ૦

ગુરુગમ જ્ઞાને ધરી જો ધ્યાને, સૂક્ષમ નિંદ અહારા,

ખબર વિના ખાલી ક્યું ખોતા, છસેં એકીસ હજારા... રટ૦

નારદ શારદ શિવ સનકાદિક, નિશદિન નામ ઉચારા,

પશુપક્ષી સુરનર મુનિ દાનવ, નામ થકી નિસ્તારા... રટ૦

જોગ જગન ઔર જપ, તપ, પૂજા, તીરથ વ્રત અપારા,

સબ સાધનવકા એહી સાર હૈ, વેદ પુરાણ પુકારા... રટ૦

ડગમગ ડોર ડગે નહીં દિલ કા, એહી પદ અપરંપારા,

વચન સાહેબ ગુરુગમ સે 'માધવ', દિલ બીચ દેખ દીદારા... રટ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 213)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ