રામ નામ પ્યાલો રે મિલાવે કોઈ ગુરુ સહી,
સચરાચર વ્યાપી રે દેખા તો કાંઈ ખાલી નહિ.
પિયા પિયાલા ભયા મતવાલા, રોમ રોમ પ્રકાશ,
ઓહં સોહં દોઉ ધ્યાન ધરત હૈ, સંત પુરુષ કી પાસ,
આનંદ ભયો મનમાં રે, દુર્મતિ દૂર ગઈ... રામ૦
જો કોઈ મિલે શબ્દ કે ભેદુ, તો નીરખે નિરધાર,
નિરાકારના ગુણ અવિનાશી, ઝલકત જોત અપાર,
અપાર દેશ ન્યારો રે, નામ બિન કછુ નહિ... રામ૦
ચાર વેદ ખટ શાસ્ત્ર પઢ ગયે, પઢ ગયે સકલ પુરાણ,
વાદ વિવાદ કરે સંતન સે, જ્યું મરઘા વનમાંય,
વસ્તુ તો તેરી પાસે રે, જંગલ બીચ ઢૂંઢત ફિરહી... રામ૦
ચાર વેદ બ્રહ્મા સે નીપજ્યા, તીનહુ ન પાયા પાર,
ઉનસે જ્યાદા કૌન પઢેગા, નિકલ પડે જગ બહાર,
અકલ ગતિ તેની રે, 'નિર્મળદાસે' કહી... રામ૦
ram nam pyalo re milawe koi guru sahi,
sachrachar wyapi re dekha to kani khali nahi
piya piyala bhaya matwala, rom rom parkash,
ohan sohan dou dhyan dharat hai, sant purush ki pas,
anand bhayo manman re, durmati door gai ram0
jo koi mile shabd ke bhedu, to nirkhe nirdhar,
nirakarna gun awinashi, jhalkat jot apar,
apar desh nyaro re, nam bin kachhu nahi ram0
chaar wed khat shastr paDh gaye, paDh gaye sakal puran,
wad wiwad kare santan se, jyun margha wanmanya,
wastu to teri pase re, jangal beech DhunDhat phirhi ram0
chaar wed brahma se nipajya, tinahu na paya par,
unse jyada kaun paDhega, nikal paDe jag bahar,
akal gati teni re, nirmaldase kahi ram0

સ્રોત
- પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 174)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
- વર્ષ : 1925
- આવૃત્તિ : બીજી આવૃત્તિ