raakh bhavsindhunaa ataag mahaa bhay thakii naam-naaraayan naav melii - Pad | RekhtaGujarati

રાખ ભવસિંધુના અતાગ મહા ભય થકી નામ-નારાયણ નાવ મેલી

raakh bhavsindhunaa ataag mahaa bhay thakii naam-naaraayan naav melii

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
રાખ ભવસિંધુના અતાગ મહા ભય થકી નામ-નારાયણ નાવ મેલી
નરસિંહ મહેતા

રાખ ભવસિંધુના અતાગ મહા ભય થકી નામ-નારાયણ નાવ મેલી;

ઘોર ભવસિંધુની વેળની રેલમાં મહેરના પવનને મેલ ઠેલી. રા૦

વિષય-તૃષ્ણાહરો, મોહ મન ના ધરો, હું ને મારું જગત તેમાં બૂડો;

તું થકી વેગળા આસુરીમાં ભળ્યા, શરણ આવ્યા જેનો અખંડ ચૂડો. રા૦

સુખ તો અલ્પ ને દુઃખ સાગર જસું, જન્મિયો જંતુ તે જન્મરોગી;

એક નિશ્ચે તારા નામનો આશરો, હશે કોઈ વીરલો તેનો ભોગી. રા૦

કલેશ વિશ્વના તાપ નિવારવા મંગલ શ્રીકૃષ્ણનું નામ જાણો;

બેઉ કર જોડીને નરસૈંયો વીનવે : ભવજળ બૂડતાં બાંહે તાણો. રા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994