પ્યારે દરસન દીજ્યો આય
Pyare Darsan Dijyo Aay
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
પ્યારે દરસન દીજ્યો આય, તુમ બિન રહ્યો ન જાય;
જળ બિન કમલ, ચંદ બિન રજની, ઐસે તુમ દેખ્યા બિન સજની.
આકુળવ્યાકુળ ફિરૈ રૈન દિન, બિરહ કલેજો ખાય;
દિવસ ન ભૂખ નીંદ નહીં રૈના, મુખસૂં કહત ન આવે બૈના.
કહા કહૂં? કછુ કહત ન આવૈ, મિલકર તપત બુઝાય;
ક્યૂં તરસાવો અંતરજામી? આય મિલો કિરપા કર સ્વામી;
મીરાં દાસી જનમજનમકી, પડી તુમ્હારે પાય.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
