રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્યાલો મેં પીધેલ છે ભરપૂર, દયા કરીને દીધો પ્રેમે રસ પીધો,
નેનુ મેં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર.
નુરત સુરતની સાન ઠેરાણી રે, બાજત ગગના મેં તૂર,
રોમેરોમ રંગ લાગી રિયા તો, નિખશિખ પ્રગટ્યા નૂર... પ્યાલો૦
સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો રે, ઘટમાં ચંદા ને સૂર,
ઘટોઘટ માંહી રામ રમતા બિરાજે, દિલ હીણાથી રિયા દૂર... પ્યાલો૦
ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટિયા રે, વરસત નિરમળ નૂર,
જે સમજ્યા સતગુરુની સાનમાં, ભર્યા રિયા ભરપૂર... પ્યાલો૦
ભીમ ભેટ્યા ને મારી ભે સરવે ભાંગી રે, હરદમ હાલ હજૂર,
‘દાસી જીવણ’ સત ભીમના ચરણાં, પાયો તેને ચકનાચૂર... પ્યાલો૦
pyalo mein pidhel chhe bharpur, daya karine didho preme ras pidho,
nenu mein aaya noor, pyalo mein pidhel chhe bharpur
nurat suratni san therani re, bajat gagna mein toor,
romerom rang lagi riya to, nikhshikh prgatya noor pyalo0
sthawar jangam jal sthal bhariyo re, ghatman chanda ne soor,
ghatoghat manhi ram ramta biraje, dil hinathi riya door pyalo0
bhawe prite jene pura nar bhetiya re, warsat nirmal noor,
je samajya sataguruni sanman, bharya riya bharpur pyalo0
bheem bhetya ne mari bhae sarwe bhangi re, hardam haal hajur,
‘dasi jiwan’ sat bhimna charnan, payo tene chaknachur pyalo0

સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 153)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- પ્રકાશક : સદ્ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
- વર્ષ : 1994
- આવૃત્તિ : 6