pyaalo premno - Pad | RekhtaGujarati

પ્યાલો પ્રેમનો

pyaalo premno

લખીરામ લખીરામ
પ્યાલો પ્રેમનો
લખીરામ

પ્યાલો પ્રેમનો, પ્યાલો પ્રેમહૂંદો પાયો,

જનમ મરણ વાકો આવે,

સદ્‌ગુરુ ચરણે, સદ્‌ગુરુ ચરણ મેં આયો,

મનમતવાલો પ્યાલો ચાખિયો, પ્યાલો પ્રેમનો૦

ગુરુજી! બંક રે નાળે જે દિ’ ધમણું ધમે,

બ્રહ્મ અગનિ, બ્રહ્મ અગનિ પ્રજાળી,

ઇંગલા, પિંગલા, સુખમણા,

ત્રિપુટીમાં લાગી તાળી

મનમતવાલો પ્યાલો પ્રેમનો૦

ગુરુજી! શૂન્ય શિખર પર ભઠ્ઠી જલે,

વરસે અમીરસ, વરસે અમીરસ ધારા,

એકલ કુંવારી પ્યાલો ભર દેવે,

સાન સુરતાએ ભર પાયા

મનમતવાલો પ્યાલો પ્રેમનો૦

ગુરુજી! વિના પાટે, વિના કોળિયો,

ગ્રંથ વિના જાગી, ગ્રંથ વિના જાગી જ્યોતિ,

સૂરજ ચંદ્ર દોનું સાખિયા,

સનમુખ રે’વે સમેતિ

મનમતવાલો પ્યાલો પ્રેમનો૦

ગુરુજી! ગગન ગાજે ને ધૂર્યું દિયે,

ભીંજાય ધરણી, ભીંજાય ધરણી અંકાશા,

આગમ વાણી બાવો ઓચર્યા,

ઓચર્યા ‘લખીરામ’ દાસા

મનમતવાલો પ્યાલો પ્રેમનો૦

સ્રોત

  • પુસ્તક : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : દલપત શ્રીમાળી
  • પ્રકાશક : માહિતીખાતુ, ગાંધીનગર
  • વર્ષ : 1970