puuraa nar sohii pramaniye - Pad | RekhtaGujarati

પૂરા નર સોહી પ્રમાણિયે

puuraa nar sohii pramaniye

રતનબાઈ –  ૧ રતનબાઈ – ૧
પૂરા નર સોહી પ્રમાણિયે
રતનબાઈ – ૧

પૂરા નર સોહી પ્રમાણિયે, સહેજે વર્તે સંસારમાં. પૂરા૦

૫રમારથ ઉપદેશે રે બોલે, અહર્નિશ ૫૨-ઉપકારમાં. પૂરા૦

સહેજનું જ્ઞાન ને સહજ સમાધિ, સુરતા સમાવે બ્રહ્માકારમાં. પૂરા૦

માયા બ્રહ્મ પરખે ને સત્ શબ્દ ભરખે, પરમ અમૃત કરે આહારમાં. પૂરા૦

બ્રહ્માગ્નિમાં કર્મ જ હોમે, અમર તેજે ભળે અંબારમાં. પૂરા૦

જ્ઞાન ‘રતન’ ગુરુ હરિકૃષ્ણ મળિયા, એક આત્મા ચિન્યો નરનારમાં. પૂરા૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 290)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ