Punam kero purn chandr che - Pad | RekhtaGujarati

પૂનમ કેરો પૂર્ણ ચંદ્ર છે

Punam kero purn chandr che

મીરાંબાઈ મીરાંબાઈ
પૂનમ કેરો પૂર્ણ ચંદ્ર છે
મીરાંબાઈ

પૂનમ કેરો પૂર્ણ ચંદ્ર છે, રાસ રમે નંદલાલો રે.

નટવર વેશ ધર્યો નંદલાલે, સૌ જોવાને ચાલો રે. પુન૦

ગાનતાન વાજંતર વાજે, નાચે જસોદાનો કાલો રે. - પૂન૦

સોળ સહસ્રમાં અષ્ટ ૫ટરાણી, વચ્ચે રહ્યો મારો વાહાલો રે. પૂન૦

‘મીરાં’ કહે પ્રભુ ગિરિધર નાગર, રણછોડ દીસે છોગાલો રે. પૂન૦

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 859)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ