premne bhalke - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રેમને ભલકે

premne bhalke

અખઈદાસ અખઈદાસ
પ્રેમને ભલકે
અખઈદાસ

સાધુ મેરે ભાઈ, પ્રેમને ભલકે મરીએ.

મન રે મારીને મેંદો કરીએ, કાંઈક કાંઈક જરણા ધરીએ,

શીલ ને સંતોષના શણગાર કરીએ, સંતોના ચરણુંમાં વસીએ... સાધુ૦

બખતર બાંધી થઈએ આકરા, સધીરા સધીરા ચલીએ,

દિલ રે સમાં ડગ ભરીએ, ભૂપ સું સે નવ ડરીએ... સાધુ૦

કરુ રે ખેતરમાં લડવા રે જઈએ, કેસરિયાં કરીએ,

શિરને સાટે જો સતગુરુ મળે, પાછો પગ ધરીએ... સાધુ૦

સતની કમાનું ચડાવીને, સીંગા ભેળા કરીએ,

વાંભું ભરીને તીરને છોડતાં, મમતાને મારીને મરીએ... સાધુ૦

સ્વર્ગનાં સામૈયાં ત્યાં આવશે, આશા કે'તી નવ કરીએ,

ભૂતનાથ ચરણે ભણે રે ‘અખૈયો’, તેજમાં તેજ મળીએ...

સાધુ મેરે ભાઈ, પ્રેમને ભલકે મરીએ

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991