premni premni premni re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રેમની પ્રેમની પ્રેમની રે

premni premni premni re

મીરાંબાઈ મીરાંબાઈ
પ્રેમની પ્રેમની પ્રેમની રે
મીરાંબાઈ

પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની.

જળ જમુનાનાં ભરવાને ગયાં'તાં, હતી ગાગર માથે હેમની રે, મને.

કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે, મને.

મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે. મને.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997