nahi re wisarun hari - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નહિ રે વિસારું હરિ

nahi re wisarun hari

મીરાંબાઈ મીરાંબાઈ
નહિ રે વિસારું હરિ
મીરાંબાઈ

નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ.

જળ જમુનાનાં ભરવાં રે જાતાં, શિર પર મટુકી ધરી. અંતર૦

આવતાં ને જાતાં મારગ વચ્ચે, અમૂલખ વસ્તુ જડી. અંતર૦

આવતાં ને જાતાં વૃંદા રે વનમાં, ચરણ તમારે પડી. અંતર૦

પીળાં પીતાંબર, જરકશી જામો, કેસર-આડ કરી. અંતર૦

મોર-મુગટ ને કાને રે કુંડળ, મુખ પર મુરલી ધરી. અંતર૦

બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર વિઠ્ઠલવરને વરી. અંતર૦

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997