mukhDani maya lagi re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મુખડાની માયા લાગી રે

mukhDani maya lagi re

મીરાંબાઈ મીરાંબાઈ
મુખડાની માયા લાગી રે
મીરાંબાઈ

મુખડાની માયા લાગી રે,

મોહન પ્યારા! મુખડાની માયા લાગી.

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;

મન મારું રહ્યું ન્યારું રે. મોહન૦

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;

તેને તુચ્છ કરી દેવું રે. મોહન૦

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું;

તેને તો હું શીદ જાચું રે? મોહન૦

પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;

મેં તો કર સાહ્યો તારો રે. મોહન૦

મીરાંબાઈ બલિહારી, આશા મુને એક તારી;

સંસારથી રહી ન્યારી રે. મોહન૦

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997