lawo lawo kagaliyo - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાવો લાવો કાગળિયો

lawo lawo kagaliyo

મીરાંબાઈ મીરાંબાઈ
લાવો લાવો કાગળિયો
મીરાંબાઈ

લાવો લાવો કાગળિયો દોત, કે લખીએ હરિને રે;

તેમાં કિયો અમારો વાંક, કે ના'વ્યા ફરીને રે ? લાવો૦

વહાલા ! અમૃત ભોજનિયાં આજ જમાડ્યાં અમને રે;

હવે વીખડાં ધોળી પાઓ, ઘટે નહીં તમને રે. લાવો૦

વહાલા ! પ્રેમ-પછેડો આજ ઓઢાડ્યો અમને રે;

હવે દઈને પાછો લીઓ, ઘટે નહીં તમને રે. લાવો૦

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997