kaho, manDan kem wariye, odhawji! - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કહો, મનડાં કેમ વારીએ, ઓધવજી!

kaho, manDan kem wariye, odhawji!

મીરાંબાઈ મીરાંબાઈ
કહો, મનડાં કેમ વારીએ, ઓધવજી!
મીરાંબાઈ

કહો, મનડાં કેમ વારીએ, ઓધવજી! કહો મનડાં કેમ વારીએ?

જે રે દહાડાના મોહન ગયા છો મે'લી તે દહાડાનાં આંસુ ઢાળીએ. ઓધવ.

અમને વિસારી વસ્યા જઈ મથુરા, વશ કર્યા કુબજા કાળીએ. ઓધવ.

કૂપ જો હોય તો ગાળીએ નીર કૂપનાં, સાગરને કઈ પેર ગાળીએ? ઓધવ.

કાગળ જો હોય તો વાંચીએ વંચાવીએ, કર્મને પેર કંઈ વાંચીએ? ઓધવ.

મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, વીત્યાં વીતક કેમ ટાળીએ? ઓધવ.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997