jher to pidhan chhe jani jani - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝેર તો પીધાં છે જાણી જાણી

jher to pidhan chhe jani jani

મીરાંબાઈ મીરાંબાઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી
મીરાંબાઈ

ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા!

ઝેર તો પીધાં છે જાણી જાણી. મેવાડા૦

કાયલ ને કાગ રાણા? એક વર્ણા રે;

કડવી લાગે છે કાગવાણી. મેવાડા૦

ઝેરના કટારા જ્યારે રાણાજી મોકલે રે;

તેનાં બનાવ્યાં દૂધપાણી. મેવાડા૦

સાધુનો સંગ મીરાં છોડી દીયો રે;

તમને ગણીશું પટરાણી. મેવાડા૦

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,

મન રે મળ્યા સારંગપાણિ, મેવાડા૦

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983