(રાગ-સદર)
જે સતસંગ કરે શુદ્ધ ચિત્તે, સઘળાં તીરથ તેને;
નીરખે નિત્ય નિરંતર હરિને, ભૂલે નિંદે નહિ કેને. જે સતસંગ0
કામધેનુ ચિંતામણિ સુરતરુ, અમૃત ફળ નિત્યે એને;
શું કરવા ભરમે તે ભટકે, ઘટ ઘટમાં ગોવિંદ ચિને. જે સતસંગ0
આઠે પહોર આનંદનો સિંધુ, ઊછળ્યો રહે દિનરેણે;
નિત્ય નિત્ય નેહ સહિત સતસંગે, પ્રીતમ પ્રેમરસ પીને. જે સતસંગ0
(rag sadar)
je satsang kare shuddh chitte, saghlan tirath tene;
nirkhe nitya nirantar harine, bhule ninde nahi kene je satsang0
kamadhenu chintamani suratru, amrit phal nitye ene;
shun karwa bharme te bhatke, ghat ghatman gowind chine je satsang0
athe pahor anandno sindhu, uchhalyo rahe dinrene;
nitya nitya neh sahit satsange, pritam premaras pine je satsang0

સ્રોત
- પુસ્તક : શ્રી પ્રીતમદાસની વાણી (પૃષ્ઠ ક્રમાંક 284)
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1940