હું તો લળી લળી લાગું પાય, ઓળખાયો ગુરુએ આત્મા,
જેથી જરા-મરણ ટળી જાય, ઓળખાયો ગુરુએ આત્મા.
પાંચ ઇન્દ્રિય વશ કરી, ધર્યું અંતરમાં ધ્યાન,
ઇંગલા પિંગલા સાધતાં, ભૂલ્યો દેહનું ભાન...
પદમ આસન વાળિયાં, સુરતા શૂન્યમાં સમાય,
છ ચક્રો ફોડ કરી, અમને એક અલખ ભળાય...
સુરતા બેનને સાધતાં, પહોંચ્યા પરાની પાર,
કોટિ ચંદ્ર કોટિ સૂર્ય, થયો અનહદનો રણકાર...
વિના વાદળે વીજ ચમકે, નૂર ઝરે અપરંપાર,
શાંતિ વરસે સુખ તણી, બ્રહ્મ યોનિ ઝળંકાર...
નાદ બૂંદના નેડા નહીં, વાણી પાયે ન પાર,
શૂન્ય શિખરે પહોંચતાં, આનંદ થયો અપાર...
સર્વેનો સાક્ષી આત્મા, તેને જાણે વિરલા કોક,
સમજે સમજે સાનમાં, મૂરખને મન ફોક..
પ્રેમીને પ્રેમી મળે, અતિ આનંદ થાય,
ગુરુચરણને સેવતાં, દાસ ‘દોલત’ ગુણ ગાય...
hun to lali lali lagun pay, olkhayo gurue aatma,
jethi jara maran tali jay, olkhayo gurue aatma
panch indriy wash kari, dharyun antarman dhyan,
ingla pingla sadhtan, bhulyo dehanun bhan
padam aasan waliyan, surta shunyman samay,
chh chakro phoD kari, amne ek alakh bhalay
surta benne sadhtan, pahonchya parani par,
koti chandr koti surya, thayo anahadno rankar
wina wadle weej chamke, noor jhare aprampar,
shanti warse sukh tani, brahm yoni jhalankar
nad bundna neDa nahin, wani paye na par,
shunya shikhre pahonchtan, anand thayo apar
sarweno sakshi aatma, tene jane wirla kok,
samje samje sanman, murakhne man phok
premine premi male, ati anand thay,
gurucharanne sewtan, das ‘dolat’ gun gay

સ્રોત
- પુસ્તક : ઉત્તર ગુજરાતનું સંત-પંથ સાહિત્ય: વ્યાપ અને વૈવિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 127)
- સંપાદક : ડૉ. રાજેશ મકવાણા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2014