chhaanun na rahe - Pad | RekhtaGujarati

છાનું ન રહે

chhaanun na rahe

શામળ શામળ
છાનું ન રહે
શામળ

કો કોને મોઢે નવ કહે, પાપ કર્યું કેમ છાનું રહે?

છાનું રહે થયું પ્રભાત, છાની રહે પડી જે રાત.

છાનો રહે ખોદ્યો કૂપ, છાનો રહે જે બેઠો ભૂપ;

છાનું રહે દેહમાં દુઃખ, છાની રહે લાગી ભૂખ.

છાની રહે સ્ત્રીની પ્રીત, છાની રહે ઉત્તમની રીત;

છાનું રહે જે અમલ પિયે, છાનું રહે જે દાન દિયે.

છાની રહે વ્યસનની ખાજ, છાની રહે ભીતરની દાઝ;

છાની રહે કીર્તિ કોઈ તણી, છાની રહે જે વિદ્યા ભણી.

છાનો રહે દાતાર ને જાર, છાનો રહે રાગ ગાનાર;

છાની રહે વાતો જે નવી, છાનો રહે કહેવાયો કવિ.

છાનો રહે કસબી જેહ, રૂડો કે પછી ભૂંડો તેહ;

છાનો રહે રૂઠ્યો મેહ, છાનો રહે દુખિયો દેહ.

મીની-ઉંદરમાં રહે ખીર, છાનું રહે નપુંસકનું નીર;

પારો ચડે તેમાં રહે ટુકડો, છાનો રહે બહુચરનો કૂકડો.

છાનું રહે કોઈનું આપ, છાનું રહે હડકાયું પાપ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 26)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1964