પ્રભુસ્તુતિ
Prabhustuti
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
પિતા માતા તો તું, જરુર વળિ ત્રાતા જગતનો,
સદા શાતા, દાતા ભગિનિ જન ભ્રાતા ભગતનો;
પુરાણે પ્રખ્યાતા, પ્રભુજિ કરુણા કોટિ કરજે,
મહારાજા મારું, દલપત કહે, દુઃખ હરજે.
નથી હુંમાં નીતી, નથિ ૫રમપ્રીતી પ્રભુપદે,
નથી રૂડી રીતી, નથિ અધિક ભીતી ધરિ હૃદે;
તથાપી તું તારું, બિરદ મનમાં શુદ્ધ ધરજે,
મહારાજા મારું, દલપત કહે, દુઃખ હરજે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 166)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
