paDho re popat - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પઢો રે પોપટ

paDho re popat

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
પઢો રે પોપટ
નરસિંહ મહેતા

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે;

પાસે બંધાવી પાંજરું, મુખે રામ જપાવે. પઢો૦

પોપટ! તારે કારણે લીલા વાંસ વઢાવું ;

તેનું ઘડાવું, પોપટ! પાંજરું, હીરા-રતને જડાવું. પઢો૦

પોપટ! તારે કારણે શી શી રસોઈ રંધાવું?

સાકરનાં કરી ચૂરમાં, ઉપર ઘી પિરસાવું. પઢો૦ 3

પાંખ પીળી ને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો;

નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો. પઢો૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997