Piya Karan Re Pili Bhai Re - Pad | RekhtaGujarati

પિયા કારણ રે પીળી ભઈ રે

Piya Karan Re Pili Bhai Re

મીરાંબાઈ મીરાંબાઈ
પિયા કારણ રે પીળી ભઈ રે
મીરાંબાઈ

પિયા કારણ રે પીળી ભઈ રે, લોક જાણે ઘટરોગ,

છપછપલાં મેં કંઈ કરું, મોઈ પિયુને મિલન લિયો જોગ રે.

નાડી-વૈદ્ય તેડાવિયા રે, પકડ ધંધોળે મોરી બાંહ;

રે પીડા પરખે નહીં, મોરે કરક કાળજડાની માંહ રે.

જાઓ રે વૈદ્ય ઘેર આપને રે, મારું નામ ના લેશ;

હું રે ઘાયલ હરિનામની રે, માઈ કેડો લેઈ ઓષધ ના દેશ રે.

અધરસુધા રસગાગરી રે, અધરરસ ગોરસ લેશ.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરીને અમીરસ પીવેશ રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011