piione premras jaanii - Pad | RekhtaGujarati

પીઓને પ્રેમરસ જાણી

piione premras jaanii

ભૈરવનાથ ભૈરવનાથ
પીઓને પ્રેમરસ જાણી
ભૈરવનાથ

પીઓને પ્રેમરસ જાણી મારા હરિજન!

પીઓને પ્રેમરસ જાણી હોજી.

સાધુડાની વાણી મેં સદાય મુખ જાણી

બાવો બોલે વેણ પરાવાણી મારા હરિજન.

ગુરુએ હાથ શિર પર ધરિયા, ઝલહલ જ્યોતું દરશાણી રે,

ખુલ ગયાં તાળાં, ભયા રે અજવાળાં,

હીરલે જ્યોત વધાવી મારા હરિજન... પીઓ૦

બૂંદ હુઆ નર કે'તા હુઆ વીરા, જળ કેરી જ્યોતું રચાણી રે,

એક નામ શબદ છોડો વીરા!

તન મન ધન કુરબાની મારા હરિજન... પીઓ૦

રે મારગડે જે ન૨ સિધ્યા વીરા, સોને સુરતા બંધાણી રે,

ઊપજ્યો વેરાગ, પરમ કેરી ભગતી,

તો હરિજન વિરલાએ જાણી મારા હરિજન... પીઓ૦

ભૂલેલ ભમરો ફરે ભટકતો, બોલે ભરમ કેરી વાણી રે

કહે રે ‘ભૈરવનાથ’, ખુલ ગયાં તાળાં તો,

અરસપરસ ઓળખાણી મારા હરિજન... પીઓ૦

સ્રોત

  • પુસ્તક : મેરી નજરે મોતી આયા (પૃષ્ઠ ક્રમાંક 253)
  • સંપાદક : સ્વામી હરિદાસ ભારતી
  • પ્રકાશક : ઓશો પ્રેમકમલ ધ્યાન કેન્દ્ર
  • વર્ષ : 2005