daw to lagel Dungariye - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દવ તો લાગેલ ડુંગરિયે

daw to lagel Dungariye

મીરાંબાઈ મીરાંબાઈ
દવ તો લાગેલ ડુંગરિયે
મીરાંબાઈ

દવ તો લાગેલ ડુંગરિયે,

કહોને ઓધવજી! હવે કેમ કરીએ?

કેમ તે કરીએ, અમે કેમ કરીએ?

દવ તો લાગેલ ડુંગરિયે.

હાલવા જઈએ તો વહાલા! હાલી શકીએ;

બેસી રહીએ તો અમે બળી મરીએ રે.

રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા!

પરવરતીની પાંખે અમે ફરીએ રે.

સંસારસાગર મહાજળ ભરિયો, વહાલા!

બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે.

બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર,

ગુરુજી! તારો તો અમે તરીએ રે.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997