(રાગ કેદારો)
જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એ જ ઉદ્વેગ ધરવો. જે૦ ૧
‘હું કરું, હું કરું' એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ-મંડાણ છે સર્વ એણી પેરે, જોગી-જોગેશ્વરા કોઈક જાણે. જે૦ ર
નીપજે નરથી તો કોઈ નવ રહે દુઃખી, શત્રુ મારીને સહુ મિત્ર રાખે;
રાય ને રંક કોઈ દેષ્ટે આવે નહીં, ભવન ભવન પર છત્ર દાખે. જે૦ ૩
ઋતુ-લતા-પત્ર-ફળફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે. જે૦ ૪
સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી-કરી-નરસૈંયો એમ કહેઃ જન્મ-પ્રતિજન્મ હરિને જ જાચું. જે૦ પ
(rag kedaro)
je game jagataguru dew jagdishne, te tano kharakhro phok karwo;
apno chintawyo arth kani naw sare, ugre e ja udweg dharwo je0 1
‘hun karun, hun karun e ja agyanta, shakatno bhaar jem shwan tane;
srishti manDan chhe sarw eni pere, jogi jogeshwra koik jane je0 ra
nipje narthi to koi naw rahe dukhi, shatru marine sahu mitr rakhe;
ray ne rank koi deshte aawe nahin, bhawan bhawan par chhatr dakhe je0 3
ritu lata patr phalphul aape yatha, manawi moorkh man wyarth shoche;
jehna bhagyman je same je lakhyun, tehne te same te ja pahonche je0 4
sukh sansari mithya kari manjo, krishn wina bijun sarw kachun;
jugal kar joDi kari narsainyo em kahe janm pratijanm harine ja jachun je0 pa

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 106)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997