
પેટ કટારી રે, પેરીને સનમુખ ચાલ્યા,
પાછા ન વળે રે, કોઈના તે ન રહે ઝાલ્યા.
આમા સામાં રે, ઊડે ભાલાં અણિયાળાં,
તે અવસરમાં રે, રહે રાજી તે મતવાળા.
સાચા શૂરા રે, વેરી જેના ઘાવ વખાણે,
જીવિત જૂઠું રે, મરવું તે મંગળ જાણે.
તેની પેરે રે, હરિજન પણ જોઈએ તીખા,
અંતરશત્રુને રે, લાગે અતિ વજ્ર સરીખા.
માથું જાતાં રે, મુખનું પાણી નવ જાવે,
બ્રહ્માનંદ કહે રે, એવા સંત હરિ મન ભાવે.
pet katari re, perine sanmukh chalya,
pachha na wale re, koina te na rahe jhalya
ama saman re, uDe bhalan aniyalan,
te awasarman re, rahe raji te matwala
sacha shura re, weri jena ghaw wakhane,
jiwit juthun re, marawun te mangal jane
teni pere re, harijan pan joie tikha,
antarshatrune re, lage ati wajr sarikha
mathun jatan re, mukhanun pani naw jawe,
brahmanand kahe re, ewa sant hari man bhawe
pet katari re, perine sanmukh chalya,
pachha na wale re, koina te na rahe jhalya
ama saman re, uDe bhalan aniyalan,
te awasarman re, rahe raji te matwala
sacha shura re, weri jena ghaw wakhane,
jiwit juthun re, marawun te mangal jane
teni pere re, harijan pan joie tikha,
antarshatrune re, lage ati wajr sarikha
mathun jatan re, mukhanun pani naw jawe,
brahmanand kahe re, ewa sant hari man bhawe



સ્રોત
- પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 135)
- સંપાદક : મકરંદ દવે
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1991