wanman whale wen wagaDi! - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વનમાં વ્હાલે વેણ વગાડી!

wanman whale wen wagaDi!

અર્જુન ભગત અર્જુન ભગત
વનમાં વ્હાલે વેણ વગાડી!
અર્જુન ભગત

વનમાં વ્હાલે વેણ વગાડી!

વગાડીરે વનમાં વ્હાલે વેણ વગાડી! ટેક.

વેણુ વગાડી ને સૂતી જગાડી, રોમે રોમે આંખ ઉઘાડી!

જંગલાંની ઝાડી દીલમાં દેખાડી, મનમાંહી મોહ પમાડી!

સખી, થાય દરશન દહાડી! વનમાં વ્હાલેo

જળ જમનાનાં જરા નહિ ચાલે, ગંગા તો પડી ગઇ પછાડી,

પવનને પાણી તો થીર થંભ્યાં, વસંત ભૂલી ગઈ ઝાડી!

નહિ ખીલી વેલ કે વાડી! વનમાં વ્હાલેo

ગોવાળીઆ તારી ગાવડીરે, ભૂલી નહિ તે બોલી બરાડી,

ધાવતાં વાછરડાં ધ્યાનથી ચૂક્યાં! આમાં છે કઈ મારી માડી?

પોતાની ભેંસે પરખી પાડી! વનમાં વ્હાલેo

ચક્ર ચોરાશીનું ચાલતાં અટકયું, મટી ગઇ હોળી ધુલાડી!

અવન ગવન હવે કોણ આવે? ખેલ જાણે ખેલાડી!

મારૂં નહિ માને અનાડી! વનમાં વ્હાલેo

ડુંગર પર દાવાનળ થોભ્યો, લુચ્ચાએ લ્હાય લગાડી!

પહાડીની ઝાડી બળતી ઉગારી, નરખી જો નામની નાડી!

પછી કોણ બોલે બલાડી? વનમાં વ્હાલેo

ડુંગર ડોલ્યા ને સૂરજ થોભ્યા, અટકી ગઇ ચંદ્રની ગાડી!

નવલખ તારા સ્થિર થયા છે, જોની તું પુરાણ ઉઘાડી!

અરજુન ત્યાં તો ઉભો અગાડી! વનમાં વ્હાલેo

સ્રોત

  • પુસ્તક : અરજુન વાણી (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : અરજુન ભગત
  • પ્રકાશક : મહાદેવ હરિભાઈ દેસાઈ
  • વર્ષ : 1921