પારણે પોઢ્યા શ્રીપુરુષોત્તમ, માતાને હરખ ન માય રે
parne podhyaa shriipurushotam, maataane harakh na maay re
નરસિંહ મહેતા
Narsinh Mehta
પારણે પોઢ્યા શ્રીપુરુષોત્તમ, માતાને હરખ ન માય રે
parne podhyaa shriipurushotam, maataane harakh na maay re
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
પારણે પોઢ્યા શ્રીપુરુષોત્તમ, માતાને હરખ ન માય રે;
આનંદ્યા વ્રજવાસી સહુ કો, માનુની મંગળ ગાય રે. પા૦
સાવ સોનાનું પારણું રે માણેક-મોતીએ જડિયું રે;
ચોદિશ રત્નની કાન્તિ વિરાજે, ઝાઝે હીરે ભરિયું રે. પા૦
હીંડોળે ઊભાં ઉલ્લાસે, ધમધમ ઘૂઘરા ધમકે રે;
કહાનકુંવર અવલોકી જોતાં માનિનીનાં મન ટમકે રે. પા૦
ધન્ય ધન્ય નંદ, જશોમતી માતા, ધન્ય ધન્ય ગોકુળ ગામ રે,
નરસૈંયાનો સ્વામી અવતરિયો, ક૨વા ભક્તનાં કામ રે. પા૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
