parmeshvarni prarthna - Pad | RekhtaGujarati

પરમેશ્વરની પ્રાર્થના

parmeshvarni prarthna

દલપતરામ દલપતરામ
પરમેશ્વરની પ્રાર્થના
દલપતરામ

(દોહરા)

ઈશ્વર તુ એક છે, સરજ્યો તેં સંસાર;

પૃથ્વી પાણી પર્વતો, તે કીધાં તૈયાર.

તારા સારા શોભિતા, સુરજને વળી સોમ,

તેતો સઘળાં તેં રચ્યાં, જબરૂં તારૂં જોમ.

અમને અદકાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર;

ભુલે પાપી પ્રાણીઆ, તારો ઉપકાર.

કાપ કલેશ કંકાશ ને, કાપ પાપ પરિતાપ;

કાપ કુમતિ કરૂણા કરી, કાપ કષ્ટ સુખ આપ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 166)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002