padhre panthe ja! - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પાધરે પંથે જા!

padhre panthe ja!

દયારામ દયારામ
પાધરે પંથે જા!
દયારામ

નેણ નચાવતા નંદના કુંવર! પાધરે પંથે જા!

સુંદરી સામું જોઈ વિઠ્ઠલ! વાંસલડી મા વા! ગુમાની! પાધરે પંથે જા!

વ્હાલા! તારું નિર્લજ્જ ધીટમાં નામ પડ્યું, તું કાંઈ ડાહ્યો થા;

કોણ પુત્રી પરણાવશે તારાં દેખી લક્ષણ આ? ગુમાની!o

પનઘટ ઉપર પાલવ સાહે છે તે ક્યાંનો ન્યા?

કામનીમાં શું કામ આજથી? અવિવેક તે શા?’ ગુમાની!o

હળવા રહી હસી બોલ્યા, 'તારું અધરઅમૃત પા

તો મારું મન માને શ્યામાં! એક વાર કહે ‘હા.’ ગુમાની!o

‘આવ ઓરો એક વાત કહું તુને કાનમાં કાનુડા!

શીદ હઠીલા! અટકે? હું તો તારી છું સદા.' ગુમાની!o

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010