O Vallabhji juvati janna rasiya - Pad | RekhtaGujarati

ઓ વલ્લભજી ! જુવતી જનના રસિયા

O Vallabhji juvati janna rasiya

ફૂલકુંવરબાઈ ફૂલકુંવરબાઈ
ઓ વલ્લભજી ! જુવતી જનના રસિયા
ફૂલકુંવરબાઈ

વલ્લભજી ! જુવતી જનના રસિયા ! ચરણે રાખો;

મહારસલોભી, અંગ સંબંધી અંતરરસને ચાખો.

તમારું સ્વરૂ૫ રસવિશાલ ઘણું, તમારા સંગ વિના ના રહેવાય અણું;

અમો અબલા દુઃખ કેમ સહુ રે ઘણું. ઓ૦

અમો મહદ્ ભક્તને જાચીને, મારું અંગ સમાંર્પ્યું રાચીને;

પ્રભુ સમરથ છો સાહો કાચીને. ઓ૦

જેવા ચૈત્ર વૈશાખના તડકા, તેવા વિરહી જનને મન ભડકા;

ખોલો નાથ મરમ ઉરકા. ઓ૦

મારી વયની જાય છે વાહીને, મહા રસસાગરમાં નાહીને;

હવે ‘ફૂલ’ રહ્યાં પદ સાહીને. ઓ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
  • વર્ષ : 1971