o pelo chaandliyo, maa! mane ramvaane aalo - Pad | RekhtaGujarati

ઓ પેલો ચાંદલિયો, મા! મને રમવાને આલો

o pelo chaandliyo, maa! mane ramvaane aalo

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ઓ પેલો ચાંદલિયો, મા! મને રમવાને આલો
નરસિંહ મહેતા

પેલો ચાંદલિયો, મા! મને રમવાને આલો.

તારા ને નક્ષત્ર લાવી મારા ગજવામાં ઘાલો. ઓ૦

રુએ ને રાતડો થાય, ચાંદા સામું જુએ,

માતા રે જશોદાજી હરિનાં આંસુડાં લુહે. ઓ૦

ચાંદલિયો આકાશે વસે, ઘેલો રે કહાન!

સહુ કોને ઘેર બાળક છે, પણ તુને નહિ સાન. ઓ૦

વાડકામાં પાણી ઘાલી ચાંદલિલો દાખ્યો,

નરસૈંયાનો સ્વામી શામળિયો રડતો રે રાખ્યો. ઓ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994