ઓ આવે હરિ હસતા, સજની
O Aave Hari Hasta, Sajni
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
ઓ આવે હરિ હસતા, સજની! ઓ આવે હરિ હસતા;
મુજ અબળા એકલડી જાણી, પીતાંબર કે'ડે કસતા.
પચરંગી પાઘા કેસરિયા રે વાઘા, ફૂલડાં મહેલ્યાં તોરા;
માહારે આંગણિયે દ્રાખ બિજોરાં, મેવલે ભરાઉં તાહરા ખોળા.
પ્રીત કરે તેની પૂંઠ ન મેલે, પાસેથી તે નથી ખસતા;
મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વ્હાલો હૃદયકમલમાં વસતા.
સ્રોત
- પુસ્તક : હિંડોલ (પૃષ્ઠ ક્રમાંક 4)
- સર્જક : રતિલાલ છાયા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1962
