નુરતે–સુરતે નીરખો
nurate-surate nirkho
રવિસાહેબ
Ravisaheb

નુરતે–સુરતે નીરખો
એના ઘડનારાને પરખો
આ કેણે બનાવ્યો ચરખો.
આવે-જાવે એ બોલાવ્યે જી, જ્યાં જોઉં ત્યાં સરખો
દેવળ દેવળ કરે હુંકારા, પારખ થઈને પરખો
આ કેણે બનાવ્યો ચરખો...
ધ્યાન કી ધૂન મેં જ્યોત જલત હે જી, મિટ્યો અંધાર અંતર કો
ઈ અજવાળે અગમ સૂઝે, ભેદ જડ્યો ઉન ઘર કો
આ કેણે બનાવ્યો ચરખો...
પાંચ તત્ત્વ કા સાજ બનાયા જી, ખેલ ખરો એ નર કો
પવન-પૂતળી રમે પ્રેમ સે, જ્ઞાની હોકે નીરખો
આ કેણે બનાવ્યો ચરખો...
‘રવિરામ’ બોલ્યા પડદા ખોલ્યા જી, મૈં ગુલામ ઉન ઘર કો
ઈ ચરખાની આશા મ કરજો, નહીં રહે સરખો
આ કેણે બનાવ્યો ચરખો...



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009