nurat surat chali shunyman - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નુરત-સુરત ચાલી શૂન્યમાં

nurat surat chali shunyman

અખો અખો
નુરત-સુરત ચાલી શૂન્યમાં
અખો

નુરત-સુરત ચાલી શૂન્યમાં, મહા ધૂન્યમાં મોહી જી,

દેવચક્ષુ થઈ દો જણી, કળા કારમી જોઈ લો.

નૂરીજન આગે નટડી, નિરાધારે ખેલે જી,

સુરત ચૂકે સુંદરી, ધરણી પાવ મેળે જી... નુરત૦

તખ્ત ત્રિવેણી ત્યાગી કરી, ગુરુગમ પર આઈ જી,

નાથજી આગે નૃત્ય કરી, પદ અમર લખાઈ જી... નુરત૦

ગગનમંડળના ગોખમાં, અનહદ નાદ ઘુરાયા જી,

માવો વગાડે મીઠી મોરલી, અનભે ઘર પાયા જી... નુરત૦

ઓહં-સોહંની સીડીએ, સન્મુખ ઊભા સ્વામી જી,

કહે ‘અખો’ ગુરુના દેશમાં, આપોઆપ અનામી જી... નુરત૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદ
  • વર્ષ : 1946