nishchena mahelman wase maro whalmo! - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો!

nishchena mahelman wase maro whalmo!

દયારામ દયારામ
નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો!
દયારામ

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો,

વસે વ્રજલાડીલો રે!

જે રે જાયે તે ઝાંખી પામે જી રે!

ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે રે,

હરિ ના મળે એકે ઠામે રે!

સત્સંગદેશમાં ભક્તિનગર છે રે,

પ્રેમની પોળ પૂછી જાજો રે!

વિરહતાપપોળીઆને મળી મહોલે પેસજો રે,

સેવાસીડી ચડી ભેળા થાજો રે!

દીનતાપાત્રમાં મનમણિ મૂકીને ભેટ

ભગવંતજીને કરજો રે!

હુંભાવપુંભાવ નોછાવર કરીને રે

શ્રીગિરિધરવર તમો વરજો રે!

રે મંડાણનું મૂળ હરિઇચ્છા રે,

કૃપા વિના સિદ્ધ થાયે રે!

શ્રીવલ્લભશરણ થકી સહુ પડે સહેલું રે,

દૈવી જન પ્રતિ દયો ગાય રે!

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010